અમદાવાદના ચાંદખેડા મોટેરા વિસ્તારમાં આવેલા મેગી એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઇ નરસીભાઇ ગોસાઇએ પોતાના એક ફ્લેટમાં પીજી તરીકે રહેતી શિક્ષિકાને ન્હાતી જોવા માટે બાથરૂમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો હોવાની ઘટના સામે આવી છે. બાથરૂમમાં સ્પાય કેમેર ગોઠવ્યો હોવાની જાણ થતાં જ યુવતી સ્પાય કેમેરા સાથે ફરિયાદ નોંધાવા પોલીસસ્ટેશન પહોંચી હતી. પોલીસે ફરિયાદનાં આધારે આરોપી મકાન માલિકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.