અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા સચિન કર્મીની શુક્રવારે રાત્રે મુંબઈના બાયકુલા વિસ્તારમાં સરજાહેરમાં હત્યા કરી નાંખવામાં આવી છે. NCPના નેતાની જાહેરમાં હત્યાથી ખળભળાટ મચી ગયો છે. આરોપીઓએ સચિન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત રાત્રે મુંબઈના બાયકુલા વિસ્તારમાં અજિત પવાર જૂથના તાલુકા અધ્યક્ષ સચિન કુર્મી પર અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં NCP નેતા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. આરોપીઓ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા.