કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર વીરેન્દ્રકુમારે લોકસભામાં બંધારણ (૧૨૭ મો) સુધારા ખરડો, ૨૦૨૧ રજૂ કર્યો, જે સર્વસંમતિથી પસાર થઇ ગયો. વિપક્ષોએ પણ આ ખરડાને ટેકો આપ્યો છે. આ ખરડો, રાજ્ય સરકારોને ઓબીસી (અન્ય પછાત વર્ગો)ની યાદી તૈયાર કરવાનો અધિકાર આપશે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે એના પર મંજૂરીની મહોર મારી છે. અનેક પ્રાદેશિક પક્ષો ઉપરાંત શાસક પક્ષના ઓબીસી નેતાઓ પણ આ સુધારાની માગણી કરી રહ્યા હતા.