દિલ્હીમાં ભડકેલી હિંસાની આગ સંયુક્ત રાષ્ટ્ર (UN) સુધી પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. UN મહાસચિવના પ્રવકત્તા સ્ટીફન ડુજારિકે કહ્યું હતું કે, ભારતની રાજધાની દિલ્હીમાં અત્યારની પરિસ્થિતિઓમાં મહાત્મા ગાંધીની ભાવનાઓ સૌથી વધુ જરૂરત છે અને સામુદાયિક એકતા જાળવી રાખવા માટે તેનું કેન્દ્રમાં હોવું ખુબજ આવશ્યક છે. મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હી હિંસા તરફ ઇશારો કરતા પ્રવક્તા સ્ટીફન ડુજારિકે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરસ નવી દિલ્હી પર સતત નજર રાખીને બેઠા છે. જ્યાં નાગરિકતા સુધારણા કાયદા (CAA)ને લઈ જબરદસ્ત હિંસા ભડકી ઉઠી છે. જણાવી દઈએ કે, આ હિંસામાં અત્યાર સુધી 38 લોકોના મોત થયા છે.