ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ૧૦૦મા વર્ષે દુનિયાનો ત્યાગ કર્યો છે. અમદાવાદ સ્થિત યુએન મહેતા હોસ્પિટલમાં તેમણે મધરાતે ૩.૩૦ કલાકે દેહ છોડયો છે. હીરાબા જ્યાં રહેતા હતા તે ગાંધીનગરના રાયસણ સ્થિત નિવાસસ્થાનેથી મોદીએ તેમની માતાના દેહને કાંધ આપ્યો હતો અને સેક્ટર-૩૦ના અંતિમધામમાં અંતિમ સંસ્કાર કર્યા હતા.