ભારતમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે વધુ વકરી રહી છે. અનલોક પછી કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. કોરોનાના કેસો દિવસેને દિવસે નવો વિક્રમ સર્જી રહ્યા છે. અમેરિકા પછી ભારતમાં જ સૌથી વધુ કોરોનાના નવા કેસો સામે આવી રહ્યા છે. હાલ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 10 લાખ 30 હજારને પાર પહોંચી ગઇ છે. બીજી બાજુ કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 26 હજાર પાર જતી રહી છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે રજૂ કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાનાં 34,884 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે આ જ સમયગાળામાં વાઈરસને કારણે 671 લોકોનાં મોત થયાં છે. તેની સાથે જ દેશભરમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 10,38,716એ પહોંચી ગઇ છે. જ્યારે મૃત્યુઆંક 26,273એ પહોંચ્યુ છે.
જો કે રાહતની વાત એ છે કે, અત્યાર સુધી 6,53,751 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે દેશમાં હાલ 3,58,692 એક્ટિવ કેસ છે.