MDHની એડમાં આવતા દાદાથી કોણ અજાણ હશે? એમનું નામ ધરમપાલ ગુલાટી. તે ભારતીય કન્ઝ્યુમર પ્રોડક્ટ સેક્ટરમાં સૌથી વધુ પગાર મેળવતા CEO છે. માત્ર પાંચ ચોપડી ભણેલા દાદા 21 કરોડનો વાર્ષિક પગાર મેળવે છે અને તેમનો માલ 100 દેશોમાં નિકાસ થાય છે. દેશના મસાલા માર્કેટમાં કંપનીનો 12 ટકા હિસ્સો છે. ધરમપાલજી કંપનીની સફળતાનું શ્રેય સપ્લાય ચેઈનને આપે છે.