દિલ્હીને તેની આસપાસના શહેરોથી જોડવા માટે રેપિડ રેલ યોજના શરૂ કરવામાં આવી છે. આ પરિયોજના માટે કેન્દ્ર સરકારની સાથે સાથે તે રાજ્યોને પણ ફંડ આપવાનું છે જ્યાંથી આ ટ્રેન પસાર થશે.આ માટે દિલ્હી સરકારને આ પ્રોજેક્ટ માટે ફંડ આપવાનું જણાવવામાં આવ્યું હતું.
જો કે છેલ્લી સુનાવણીમાં દિલ્હી સરકારે પ્રોજેક્ટ માટે ફંડ આપવામાં અસમર્થતા દર્શાવી હતી.હવે સુપ્રીમ કોર્ટે બે મહિનાની અંદર દિલ્હી સરકારને આ પ્રોજેક્ટ માટે ૪૧૫ કરોડ રૂપિયા આપવાના નિર્દેશ આપ્યા છે.