કર્ણાટકમાં લાંબા સમયથી નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાએ તાબડતોબ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શનિવારે પક્ષપ્રમુખ જેપી નડ્ડા તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લેતાં તેમના રાજીનામાની અટકળો ફેલાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ 78 વર્ષીય યેદિયુરપ્પાએ ખરાબ સ્વાસ્થ્યના પગલે રાજીનામું આપવાની ઓફર કરી છે. તેમણે 26મી જુલાઈએ વિધાનસભા પક્ષના ધારાસભ્યો અને મંત્રીઓની બેઠક બોલાવી છે. જોકે, યેદિયુરપ્પાએ રાજીનામું આપવાની અટકળોને ફગાવી દીધી અને કહ્યું કે રાજીનામાની અટકળોથી વિપરિત પક્ષે તેમને રાજ્યની આગામી ચૂંટણીમાં વધુ બેઠકોથી જીતવાની જવાબદારી સોંપી છે.