બીબીસીની ડૉક્યુમેન્ટ્રી ઈન્ડિયા - ધ મોદી ક્વેશ્ચન પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. તેની ટ્વિટર અને યુટ્યુબ લિંક પણ બ્લૉક કરી દેવામાં આવી છે. જો કે કમ્યુનિસ્ટ પાર્ટી અને કોંગ્રેસના યુવા એકમે આનો વિરોધ કર્યો છે. કેરળમાં ઘણી જગ્યાએ કોંગ્રસ અને સીપીઆઈની યુવા પાંખે બીબીસીની ડૉક્યુમેન્ટ્રીની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખી હતી.