ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા "સ્ટેચ્યુ ઓફ યુનિટી" જે વિરાટ પ્રતિભાની વિરાટ પ્રતિમા છે. આઝાદી બાદ એકતા અને અખંડિતતાના બળે સમગ્ર દેશને એક સૂત્રે બાંધીને પોતાના શક્તિ - સામર્થ્યનો પરિચય આપનારા લોહ પુરુષ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા "સ્ટેચ્યુ ઓફ યુનિટી"ના નિર્માણ દ્વારા વિરલ વ્યક્તિને ગુજરાતી વૈશ્વિક ઓળખ આપી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વમાં ભારત રાષ્ટ્રના ગરવી ગુજરાતના ગુલાબી ગુંજન ગગન ગુંજી રહ્યું છે એ વિશ્વમાં એક અજોડ અલૌકિક ઐતિહાસિક હકીકત છે.
ભવ્ય ભાતીગળ ભારત રાષ્ટ્રના નિર્માણમાં સિંહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો ફાળો અજોડ, અનન્ય અને અદ્વિતીય છે. એ આત્મીય આપણા વ્હાલા પ્યારા સરદાર વલ્લભભાઈ પટેલશ્રીનું સ્ટેચ્યુ સરદાર સરોવર ડેમના વ્યુ પોઈન્ટ પર પ્રથમ પ્રેરણાત્મક સ્થાપન બે દાયકા પૂર્વે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ તત્કાલીન ભારત સરકારના ગૃહ મંત્રી માનનીય શ્રી લાલકૃષ્ણ અડવાણીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સરદારશ્રીનું સ્વપ્ન એક દેશ, એક
સંવિધાન, એક વિધાન અને એક નિશાનના મંત્રને ૩૭૦ ની કલમ હટાવીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે સાકાર કર્યું છે. તો સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જયંતી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વાર્ષિક ઉજવણી પ્રસંગના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ પોતાના સંતો-ભક્તો તેમજ સંસ્થાનનું વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ
પાઈપ બેન્ડ સહિત પધારી, બહાદુર અને બાહોશ સરદાર વલ્લભભાઈ પટેલને સેલ્યુટ કરશે. અને આ કાર્યક્રમ માટે તારીખ ૧૦ તથા ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ આ કાર્યની અંતર અને ઉમંગોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વમાં શાંતિ સ્થપાય તદર્થે સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી.