અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અનોખી પહેલ કરાઇ હતી. જેમાં જે લોકોએ કાયદાનું ઉલ્લંધન કર્યું હોય તે લોકોને દંડ નહીં પરંતુ રાખડી બંધાવીને નિયમો પાલન કરવાના સોગંદ લેવડાવાયા હતા. ટ્રાકિક પોલીસ દ્વારા સીટ બેલ્ટ, હેલ્મેટ જેવા નિયમના ભંગ બદલ વાહન ચાલકને દંડ નહીં પરંતુ રાખ઼ડી બાંધવામાં આવી હતી. આ સાથે ટ્રાફિક નિયમ પાલનના શપથ લેવડાવાયા હતા.