કૃષિ સાથે સંબંધિત બે બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયા છે. કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ -2020 અને ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ -2020ને ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યા. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને ભારતના કૃષિ ઈતિહાસમાં એક મોટો દિવસ ગણાવ્યો છે. સાથે પીએમે કહ્યુ કે, એમએસપીની વ્યવસ્થા પણ યથાવત રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું, 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે એક મોટો દિવસ છે. સંસદમાં બે મહત્વના બિલ પાસ થવા પર હું આપણા પરિશ્રમી અન્નદાતાઓને શુભેચ્છા આપુ છું. આ ન માત્ર કૃષિ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવશે, પરંતુ તેનાથી કરોડો કિસાન સશક્ત થશે.'