કર્ણાટકના વિધાનસભા અધ્યક્ષ કે આર રમેશકુમારે બળવાખોર ધારાસભ્યોના સંબંધે ગવર્નરને લખ્યું હતું કે કોઈ બળવાખોર ધારાસભ્ય મને મળ્યો નથી. 13 બળવાખોર ધારાસભ્યોમાંથી 8ના રાજીનામાં કાયદા પ્રમાણે નથી. મેં ધારાસભ્યોને મળવાનો સમય આપ્યો છે. રમેશ કુમારે પત્રકારોને કહ્યું કે ગવર્નરે મને બીજા પત્રમાં જણાવ્યું કે અપક્ષ નાગેશે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. હું પ્રધાનના મુદ્દા વિશે કંઈ કરી શકતો નથી ખબર નથી કે ગવર્નરે મને આ વિશે શા માટે લખ્યું? તે અપક્ષ ધારાસભ્ય પર આધાર રાખે છે કે તેઓ હાઉસમાં કોને ટેકો આપે છે. કૉંગ્રેસે કહ્યું કે શંકર કૉંગ્રેસ સાથે તેમની પાર્ટી મર્જ કરે છે. જો તે આ નિયમો અનુસાર છે તો કોઈ મુદ્દો નથી.