અમેરિકી સંસદના નીચલા ગૃહમાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીએ મંગળવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર દેશને છેતરવાનો આરોપ લગાવ્યો છે. પેલોસીએ કહ્યું કે, ટ્રમ્પે પોતાના હરિફને નુકસાન પહોંચાડવા માટે વિદેશી શક્તિની મદદ લીધી હતી, જેના માટે તેમના વિરુદ્ધ મહાભિયોગ તપાસ કરવામાં આવશે.