અમેરિકાની સંસદની પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસીએ મંગળવારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર મુકાયેલા રાજકીય હરીફોને પરાસ્ત કરવા માટે વિદેશી મદદ લેવાના આરોપોના અહેવાલો મુદ્દે મહાભિયોગની તપાસ શરૂ કરવા આદેશ જારી કર્યો હતો. મંગળવારે ડેમોક્રેટિક સાંસદો સાથે બંધ બારણે મળેલી બેઠક બાદ નેન્સી પેલોસીએ તપાસની જાહેરાત કરી હતી. પેલોસીએ જણાવ્યું હતું કે, ટ્રમ્પે રાજકીય હરીફોને પરાસ્ત કરવા માટે વિદેશી મદદ લઈને રાષ્ટ્રીય સુરક્ષાને દાવ પર લગાવી દીધી છે અને અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે.