ઈટાલીની 104 વર્ષીય અદા ઝાનુસો 1918ના સ્પેનિશ ફ્લૂની અને હવે કોરોનાની મહામારી એમ બંને બીમારીનો ભોગ બની છતાં સારવાર લઈને હેમખેમ હોસ્પિટલમાંથી બહાર નીકળનાર વિશ્વના સૌથી વયોવૃદ્ધ મહિલા બન્યા છે. જ્યારે પુરૂષમાં આ રીતે અમેરિકાના બિલ લાપ્સચિસ નસીબદાર નીવડયા છે. 104 વર્ષીય બિલને પણ અદા ઝાનુસોની જેમ તેમની બે વર્ષની વયે સ્પેનિશ ફ્લૂ 1918માં થયો હતો ત્યારે તેમના માતા-પિતા સહિત કુટુંબીઓના મૃત્યુ થયા હતા પણ બંને બચી ગયા હતા. બિલ અને અદાએ તો બીજા વિશ્વયુદ્ધના પણ દ્રષ્ટા બન્યા હતા એટલું જ નહીં બિલે તો બીજા વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે પણ ભાગ લીધો હતો. તેમના ઘણા સાથીઓએ શહાદત વહોરી ત્યારે તેઓ તે વખતે પણ બચી ગયા હતા.