સ્પેનમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની 200 મીટર દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને ભારતના 102 વર્ષના દાદી સોશ્યલ મીડિયા પર છવાઈ ગયા છે.
પંજાબના પટિયાલાના રહેવાસી 102 વર્ષીય મન કૌરેને તેમના જુસ્સા અને ઉત્સાહ બદલ લોકો અભિનંદન પાઠવી રહ્યા છે. મન કૌરે 3 મિનિટ અને 14 સેકન્ડમાં 200 મીટરની સ્પર્ધા પુરી કરી હતી.
ગત વર્ષે પણ ન્યુઝિલેન્ડમાં યોજાયેલી કોમ્પિટિશનમાં 100 મીટર દોડની સ્પર્ધામાં ગોલ્ડ જીતીને ટોચ પર રહ્યા હતા.જે ઉંમર સુધી લોકો પહોંચવાનુ વિચારી શકતા નથી તે ઉંમરે મન કૌર એક પછી એક સ્પર્ધાઓ જીતવાનુ હેરતઅંગેજ કારનામુ કરી રહ્યા છે.
93 વર્ષની વયે તો તેમણે દોડવાની સ્પર્ધાઓમાં ભાગ લેવાની શરુઆત કરી હતી.આજે તેઓ ચેમ્પિયન છે.તેઓ રોજ સવારે ચાર વાગ્યે ઉઠીને ચાલવાની અને દોડવાની પ્રેક્ટિસ કરે છે.