ઈલોન મસ્કની અંતરીક્ષ ક્ષેત્રની દિગ્ગજ કંપની સ્પેસ એક્સે ચાર અવકાશ યાત્રીઓને નાસાના આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં મોકલ્યા છે. અમેરિકા, રશિયાના અવકાશ યાત્રીઓ સાથે યુએઈનો અવકાશ યાત્રી પણ આ મિશનમાં શામેલ હતો. આ સાથે જ તે અરબ દુનિયાનો એક મહિનાથી વધુ સમય માટે અવકાશ મિશન પર જનારો પહેલો વ્યકિત બની ગયો છે.