પંજાબ પોલીસે ભટિંડાના એસપી ગુરવિંદર સિંહ સાંગા સામે મોટી કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલે ગુરવિંદ સિંહ સાંગાને સસ્પેન્ડ કરી દીધા છે. પંજાબના ગૃહ વિભાગ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાસ્તવમાં, ગત વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ પંજાબના ફિરદૌસપુરની મુલાકાત આવ્યા હતા. આ સમયે તેમની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. આ અંગે છેલ્લા દોઢ વર્ષથી તપાસ ચાલી રહી હતી અને હવે તે તપાસ બાદ તત્કાલિન એસપી ગુરવિંદર સિંહને દોષી ઠેરવવામાં આવ્યા હતા. ત્યારે પંજાબ પોલીસે મોટી કાર્યવાહી કરતા સાંગાને સસ્પેન્ડ કરી દીધો છે.