સમાજવાદી પાર્ટીએ રામપુર લોકસભા પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારના નામનું એલાન કરી દીધું છે. સપા નેતા આઝમ ખાને પાર્ટી પદાધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ પોતે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. લોકસભા પેટા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ આસિમ રજાને મેદાનમાં ઉતાર્યા છે. તેમની સામે ભારતીય જનતા પાર્ટીએ ઘનશ્યામ લોધીને ઉમેદવાર ઘોષિત કર્યા છે. ઘનશ્યામ લોધીએ સોમવારે ઉમેદવારી નોંધાવી છે. બીજી તરફ આસિમ રજા થોડા સમયમાં ઉમેદવારી નોંધાવશે.