સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી મુલાયમસિંહ યાદવનું ૮૨ વર્ષની વયે નિધન થયું હતું. ખેડૂત પરિવારમાં જન્મેલા અને જેમને સ્થાનિક લોકો સાથે જોડાયેલા નેતા તરીકે ઓળખવામાં આવતા હતા તે મુલાયમસિંહ યાદવને ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓને ઘણા સમય સુધી આઇસીયુમાં રખાયા હતા. જોકે તેઓએ સોમવારે અંતિમ શ્વાસ લીધા હતા.