અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેના સંબંધોમાં સોમવારે વધુ કડવાશ ઉમેરાઈ હતી. એક તરફ ઉત્તર કોરિયાની સરકારી માલિકીની વેબસાઇટે ધમકી ઉચ્ચારી હતી કે અમેરિકા તેમના પર હુમલો કરશે તો અમે અમેરિકાનું નામોનિશાન મિટાવી દઈશું. બીજી તરફ ઉત્તર કોરિયા ફરી પરમાણુ પરીક્ષણ કરશે તો અમેરિકાએ ત્રાટકવાનો સંકેત આપ્યો હતો.