રાજ્યમાં જીવલેણ કોરોનાની મહામારી યથાવત છે. ત્યારે સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં યોજાતા લોકમેળાને લઇને મહત્વના સમાચાર છે. કોરોનાની મહામારીને કારણે ચાલુ વર્ષે સૌરાષ્ટ્રના લોકમેળા નહીં યોજાય. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર ગમે ત્યારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં દર શ્રાવણ મહિનામાં 100થી વધુ લોકમેળાઓ યોજાય છે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના લોકમેળામાં દર વર્ષે સરેરાશ 10 લાખ જેટલા લોકો મેળો મહાલવા ઉમટતા હોય છે. સરકાર મેળો રદ્દ કરશે તો છેલ્લા 50 વર્ષમાં પ્રથમ વખત એવું બનશે કે શ્રાવણ મહિનામાં લોકમેળો નહીં યોજાય.