વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં સંપન્ન થયેલાં મહાકુંભને લઈને એક બ્લોગ લખ્યો છે. જેમાં તેમણે આ આયોજનને એકતાનો મહાકુંભ કહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્રના લોકો મહાકુંભમાં એક થઈ ગયાં. આ આયોજનની સફળતાને લઈને તેઓ સોમનાથ દર્શ માટે જશે અને દરેક ભારતીયો માટે પ્રાર્થના કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું કે, 'મહાકુંભ સંપન્ન થયો. એકતાનો મહાયજ્ઞ સંપન્ન થયો. પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં સંપૂર્ણ 45 દિવસ સુધી જે પ્રકારે 140 કરોડ દેશવાસીઓની આસ્થા એકસાથે, એક સમયે આ એક પર્વથી આવીને જોડાઈ, આ અદ્ભુત છે! મહાકુંભના પૂર્ણ થતાં જે વિચાર મનમાં આવ્યો તેને મેં લખવાનો પ્રયાસ કર્યો છે.' પોતાના આ બ્લોગમાં વડાપ્રધાન મોદીએ જનતાની માફી પણ માંગી છે.