ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ (pradipsinh jadeja) આગામી નાતાલ તહેવારોને (Christmas) અનુલક્ષીને રાજ્ય સરકારે તૈયાર કરેલી sopમી જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોવિડ-19નું (covid-19) સંક્રમણ અટકે એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને માનવીના મહામૂલા જીવનને બચાવવા માટે રાજ્ય સરકારે સમયબધ્ધ આયોજન કર્યું છે. જેના પરિણામે રાજ્યમાં આપણે કોરોનાનું સંક્રમણ અટકાવી શક્યા છીએ. આગામી સમયમાં નાતાલ અને નવા વર્ષના તહેવારો આવી રહ્યા છે ત્યારે આ તહેવારો દરમ્યાન પણ સંક્રમણનું પ્રમાણ વધે નહી તે માટે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલ SOPનું રાજ્યમાં ચુસ્તપણે અમલ કરાશે. સંબંધિતોને આ અંગે જરૂરી સૂચનાઓ પણ જારી કરી દેવાઇ છે.
મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જ્યારથી કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના અધ્યક્ષ પદે કોર કમિટીની રચના કરીને દરરોજ ચર્ચા-વિચારણા બાદ સંક્રમણને રોકવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા જેના કારણે આ સફળતા મળી છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા તમામ રાજ્યોને જે દિશાનિર્દેશો અમલ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તે મુજબ ગુજરાતમાં પણ ચુસ્ત અમલ કરાશે. એવા સંજોગોમાં રાજ્યના સૌ નાગરિકોએ અત્યારે સુધી જે વ્યાપક સહયોગ આપ્યો છે તે જ રીતે આગામી સમયમાં પણ સહયોગ મળશે તેવો અમને દ્રઢ વિશ્વાસ છે.