કૉંગ્રેસ ના સક્રિય નેતૃત્વમાં ફેરફાર કરવાની માંગ સાથે પત્ર લખનારા 23 નેતાઓના જૂથ સાથે આજે કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી મુલાકાત કરશે. સૂત્રોએ જણાવ્યું કે સોનિયા ગાંધી સાથે મુલાકાતની ભૂમિકા તૈયાર કરવા માટે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહી છે. 19મી ડિસેમ્બર એટલે કે આજે યોજાનારી આ બેઠકમાં તેઓ પોતે પણ શામેલ થશે. કમલનાથે થોડા દિવસ પહેલા જ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.