કોરોના મહામારીના સંક્રમણને ફેલાતો રોકવા માટે દેશ વ્યાપી 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેનો આજે છેલ્લો દિવસ છે. PM મોદી આજે ફરી દેશને સંબોધિત કરવાના છે તે અગાઉ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેમણે કોરોના ફાઈટર્સના બિરદાવ્યા છે.
સોનિયા ગાંધીએ શું કહ્યું વીડિયો સંદેશમાં?
મારા પ્રિય દેશવાસીઓ તમને નમસ્કાર. મને આશા છે કે, તમે કોરોના મહામારી સંકટ દરમિયાન પોત-પોતાના ઘરોમાં સુરક્ષિત હશો. સૌ પ્રથમ આ સંકટના સમયે પણ શાંતિ, ધૈર્ય અને સંયમ જાળવી રાખવા બદલ હું દેશના તમામ નાગરિકોનો આભાર માનું છું.
હું આશા રાખુ છું કે, તમે સૌ કોઈ લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરી રહ્યાં હશો. તમે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવા રાખવાનું પણ પાલન કરશો. પોત-પોતાના ઘરોમાં રહો અને વારંવાર હાથ ધોતા રહો. ખાસ કામ હોય તો જ ઘરની બહાર નીકળો અને ત્યારે ફણ મોઢા પર માસ્ક કે કપડુ રાખો. તમે સૌ આ લડાઈમાં સહયોગ કરો.
સોનિયા ગાંધીએ લૉકડાઉન દરમિયાન મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા દેશવાસીઓના વખાણ કરતા જણાવ્યું કે, આજે કોરોનાના આ સંકટનો સામનો કરવામાં તમારા સૌનું આ લડાઈમાં ઉભા રહેવાથી મોટી દેશભક્તિ બીજી શું હોઈ શકે છે? અમે આ મુશ્કેલ સમયમાં તમારા પરિવારજનો, પતિ-પત્ની-બાળકો અને માતા-પિતાના ત્યાગને ક્યારેય ભૂલી ના શકીએ.
સોનિયા ગાંધીએ વધુમાં જણાવ્યું કે, આપણા ડૉક્ટર્સ, નર્સો-મેડિકલ સ્ટાફ અને સમાજસેવી સંસ્થાઓ વ્યક્તિગત રીતે સુરક્ષા ઉપકરણોની ઉણપ છતાં સારવાર કરી રહ્યાં છે. પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ કરીને લૉકડાઉનના નિયમોનું ચુસ્ત પાલન કરાવી રહ્યાં છે. સફાઈ કર્મચારીઓ આ કપરા સમયમાં સંશાધનોની અછત છતા પણ વાઈરસને ફેલાતો અટકાવવા માટે સતત સફાઈ કરી રહ્યાં છે. સરકારી અધિકારીઓ પણ 24 કલાક કોરોના પર કાબૂ મેળવવા અને લોકો સુધી સુવિધાઓ પહોંચાડવા માટે આકરી મહેનત કરી રહ્યાં છે, પરંતુ મારા-તમારા સહયોગ વિના તેમની લડાઈ નબળી પડી શકે છે અને આપણે આવું નથી થવા દેવાનું. આપણે આ તમામ લોકોને સમ્માન આપવાનું છે.