કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ આજે લોકસભામાં મહિલા આરક્ષણ વિધેયક વિષે બોલતાં કહ્યું હતું કે આ વિધેયકનો અમલ વહેલામાં વહેલી તકે શરૂ કરી જ દેવો જોઈએ તેમ છતાં તેઓએ અનામત બેઠકો વચ્ચે ઓબીસી ક્વોટા રાખવા માટે અનુરોધ કર્યો હતો. આ સાથે ફરી એકવાર તેઓએ તે વિધેયકને સમર્થન તો જારી રાખ્યું જ હતું સાથે કહ્યું હતું કે આ વિધેયક કાનૂન બનતાં મારા જીવનસાથી રાજીવ ગાંધીનું સ્વપ્ન પરિપૂર્ણ થશે.