આજે દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થવાની છે, ત્યારે એવી વાત સામે આવી હતી કે ગાંધી પરિવારની પસંદથી કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી થશે, પરંતુ સોનિયા ગાંધીએ બધી ચર્ચાઓને ફગાવી દેતા કહ્યું હતું કે, નવા કોંગ્રેસ અધ્યક્ષની પસંદગીમાં રાહુલ કે હું ભાગ નહીં લઇએ.
સોનિયા ગાંધીએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ નવા અધ્યક્ષની પસંદગીમાં કોઇ દરમિયાનગીરી નહીં કરે. ગાંધી પરિવારથી કોઇ અધ્યક્ષ ન બને તેવું રાહુલ ગાંધી પહેલા જ કહી ચૂક્યા છે. પહેલા ખબર આવી હતી કે, CWCની બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી હાજર રહેશે અને બેઠકમાં ઝોનના હિસાબે સઝેશન માટે નેતાઓની પાંચ ટીમ બનાવવામાં આવી છે, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પણ નામ હતા. પરંતુ સોનિયા ગાંધીએ આ ખબરોને ફગાવી દીધી છે અને કહ્યું છે કે હું અને રાહુલ ગાંધી આ અધ્યક્ષ પદની ચૂંટણી પ્રક્રિયાનો ભાગ નથી.
કોંગ્રેસ અધ્યક્ષ બનાવ મુકુલ વાસનિકનું નામ સૌથી આગળ...
સૂત્રોનું કહેવું છે કે, મુકુલ વાસનિક અધ્યક્ષ પદના દાવેદારોમાં સૌથી આગળ છે. જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેની જવાબદારી લેતા પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. જાણકારી અનુસાર, શનિવારે યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં બે દાયકામાં પહેલીવાર ગાંધી પરિવારની બહારની કોઈ વ્યક્તિને પાર્ટીની કમાન મળી શકે છે.