અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસના સંબંધો અંગે ભાજપે ફરી એક વખત મોરચો ખોલી દીધો છે. ભાજપે એક્સ પર એક પછી એક શ્રેણીબદ્ધ પોસ્ટ કરીને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની જ્યોર્જ સોરોસની સંસ્થા સાથે સંડોવણી હોવાનો દાવો કર્યો હતો. સોનિયા ગાંધી ફોરમ ઓફ ડેમોક્રેટિક લીડર્સ ઈન એશિયા પેસિફિક ફાઉન્ડેશનનાં સહ-અધ્યક્ષ તરીકે જ્યોર્જ સોરોસની સંસ્થા પાસેથી ભંડોળ મેળવે છે. જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન કાશ્મીરને અલગ સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાની તરફેણ કરી રહ્યું છે.