પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, પેટ્રોલ ડીઝલના ભાવ પર 12 વખત એકસાઇઝ ડ્યુટી વધારીને મોદી સરકારે જનતા પાસેથી 18 લાખ કરોડ રૂપિયા વસુલ કર્યા છે.
સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે એક તરફ કોરોના જેવી મહામારી તો બીજી તરફ મોંઘા થતા પેટ્રોલ ડીઝલના ભાવની મારથી દેશવાસીઓની જીવવું મુશ્કેલ બની ગયું છે. આજે દેશની રાજધાની દિલ્હી અને અન્ય મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 80 રૂપિયા પ્રતિ લિટરથી પણ ઉપર પહોંચી ગયા છે. લોકડાઉન બાદ મોદી સરકારે 22 વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે સરકારની જવાબદારી છે કે મુશ્કેલ સમયમાં દેશ વાસીઓનો સહારો બને... તેમની મુસીબતોનો ફાયદો ઉઠાવીને નફાખોરી ન કરે. પેટ્રોલ ડીઝલના ભાવમાં અન્યાયપૂર્ણ વધારો સરકાર દ્વારા દેશવાસીઓ પાસેથી જબરદસ્તી વસૂલીનું નવું ઉદાહરણ છે. આ ન કેવળ અન્યાય છે પણ અસંવેદન પણ છે.