કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હી હિંસાને લઈને કેન્દ્રની મોદી સરકારની આલોચના કરી છે. સોનિયાએ ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આડેહાથ લેતા દિલ્હીની સ્થિતિ માટે તેમને જ જવાબદાર ઠેરવ્યા છે અને તેમનું રાજીનામું માંગ્યું છે. અગાઉ નાગરિક્તા સંશોધન કાયદા (CAA)ને લઈને ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસાને પગલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં દિલ્હી હિંસા મામલે ચર્ચા કરવામાં આવી હતી અને આ સાથે જ દિલ્હી હિંસામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.