કોંગ્રેસ (Congress)ના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુદ્દા પર કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની નરેન્દ્ર મોદી સરકારને ઘેરી લીધી છે. સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકાર કોઈપણ જરૂરી ચર્ચા વિના અને રાજકીય ઉદ્દેશ્યોને પ્રાથમિકતા આપીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 લાદી રહી છે.
હકીકતમાં, એક અખબારમાં પ્રકાશિત થયેલા એક લેખમાં, સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે NEP 2020 એ સરકાર માટે કેન્દ્રીકરણ, વ્યાપારીકરણ અને સાંપ્રદાયિકતાના ‘3Cs’ ના મુખ્ય એજન્ડાને આગળ વધારવાનું એક માધ્યમ છે