આઈએનએક્સ મીડિયા કેસમાં જેલમાં બંધ પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમને મળવા માટે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહ તિહાડ જેલ જશે. તિહાડ જેલના સૂત્રોના જણાવ્યાં મુજબ આ બંને નેતાઓની ચિદમ્બરમ સાથે મુલાકાત સવાર 9થી 10 વાગ્યાની વચ્ચે થવાની છે. એવું કહેવાય છે કે બંને નેતાઓના પ્રવાસ માટે અલગથી કોઈ વ્યવસ્થા કરાઈ નથી. તેમની પોતાની એસપીજી સિક્યુરિટી છે અને જેલમાં જ મુલાકાત કરશે. કોઈ અલગ ટ્રિટમેન્ટ રહેશે નહીં.