ગુરૂવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજાઇ હતી. આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ મોદી સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. સોનિયાએ કહ્યું કે 21 દિવસનું લોકડાઉન જરૂરી હતું પરંતુ તેને આયોજન વિના લાગુ કરી દેવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે લાખો મજૂરોનું ઉત્પીડન થયું છે.
સોનિયાએ કહ્યું કે સરકારને ડોક્ટર, નર્સ અને ચિકિત્સાના કર્મચારીઓને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો પ્રદાન કરવા જોઇએ. સરકારને જણાવવું જોઇએ કે હોસ્પિટલોમાં બેડની સંખ્યા કેટલી છે અને ટેસ્ટ માટે કેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ખેડૂતોના પાકને ઉતારવા માટે જે પ્રતિબંધ છે તે હટાવવો જોઇએ. સાથે જ મધ્યમવર્ગ માટે એક મિનિમમ કાર્યક્રમ સરકાર જાહેર કરે તેવી માગ સોનિયા ગાંધીએ કરી હતી.