આ વર્ષના ગ્રેમી એવોર્ડ માટે નોમિનેશનમાં અબ્યુડન્સ ઇન મિલેટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ એ જ ગીત છે જે પીએમ મોદીએ ગાયક ફાલુ સાથે વિશ્વને બાજરીના ફાયદા જણાવવા માટે લખ્યું હતું. આ ગીત ફાલુ એટલે કે ફાલ્ગુની શાહ અને તેના પતિ ગૌરવ શાહે ગાયું છે. ખાસ વાત એ છે કે આ ગીતમાં પીએમ મોદી પણ જોવા મળી રહ્યા છે.