ગુજરાત કોંગ્રેસનાં મહિલા મોરચાનાં પ્રમુખ સોનલબેન પટેલે પ્રભારી અશોક ગહેલોત સાથે દિલ્હીમાં મુલાકાત કર્યાં બાદ પ્રમુખપદેથી આપેલું પોતાનું રાજીનામું પરત ખેંચ્યું હતું. લોકસભા ચુંટણીમાં મહિલાઓને વધુ પ્રાધાન્ય આપવાની ખાતરી અપાયા બાદ સોનલબેન પટેલે રાજીનામું પરત ખેંચ્યું હોવાનું જાણવા મળે છે. રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસ મહિલા મોરચામાંથી ઉમેદવારી બાબતે તેમણે રાજીનામું આપ્યું હતું.