મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં લાઈવ કૉન્સર્ટ દરમિયાન સિંગર સોનૂ નિગમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ધક્કામુક્કીમાં સોનૂ સીડી પરથી પડી ગયો. આ અંગે સોનૂ નિગમે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સોનૂ નિગમની ફરિયાદ પર આઈપીસીની કલમ 323, 341, 337 હેઠળ કેસ નોંધ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ જે વ્યક્તિ સામે કેસ નોંધાયો છે તે સ્થાનિક ધારાસભ્યનો પુત્ર છે.