અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા રામકૃષ્ણ વિનાયક તિવારીનું એકાએક પડી જવાને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે ગાંધીનગર એપોલો હોસ્પિટલ લવાયા હતા જ્યાં તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. તેમના પુત્ર આકાશ તિવારીએ માતા માયાબેનની સંમતિ લઇને પિતાની કિડની, લીવર અને આંખોનું દાન કર્યું હતું. અંગદાનમાં ગાંધીનગરની જુનિયર સિટિઝન કાઉન્સિલ સંસ્થા મદદરૂપ બની હતી.