આજે મહાશિવરાત્રી છે. શિવરાત્રીને લઈને સોમનાથ મંદિર તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શિવરાત્રીને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિર સતત 42 કલાક માટે ખુલ્લુ રાખવામાં આવશે. આજે શિવરાત્રીના દિવસે સવારે ચાર વાગ્યે મંદિરના કપાટ ખુલ્યા હતા. શિવરાત્રીનો તહેવાર હોવાથી ભક્તો વહેલી સવારથી જ સોમનાથ દાદાના દર્શન માટે આવી પહોંચ્યા હતા.
શિવરાત્રીના રોજ મંદિરમાં ચાર આરતી થશે. જેમાં સવારે સાત વાગ્યે, ત્યારબાદ બપોરના 12 વાગ્યે, સાંજે સાત વાગ્યે અને રાત્રે 12 વાગ્યે આરતી થશે. આ સાથે સવારે આઠ વાગ્યે ધ્વાજારોહણ અને 8.30 વાગ્યા પાલખી યાત્રા નીકળશે. આ પાલખી યાત્રામાં મોટા પ્રમાણમાં ભક્તો જોડાશે.