શિવની ભક્તિ કરવાના પવિત્ર શ્રાવણમાસનો તા.9 ઓગસ્ટ, સોમવાર એટલે આજથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યે શ્રાવણ માસની કોરોનાને લઇ સરકારની ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે ઉજવણી કરવાનું ટ્રસ્ટે જાહેર કર્યુ છે. આજે શ્રાવણ માસનાં પહેલો દિવસ છે અને તેમાં પણ સોમવાર છે એટલે મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ દાદાના દર્શનાર્થે પહોંચી ગયા છે.
આ વખતે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને તંત્રએ અનેક તૈયારીઓ કરી છે. જે મુજબ શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં દરરોજ ત્રણ ટાઇમ થતી આરતીમાં ભાવિકોને પ્રવેશ મળશે નહીં. સોમનાથ સાંનિધ્યે સાંસ્કૃતિક, આદ્યાત્મિક જેવા કોઇ કાર્યક્રમો પણ નહીં યોજાય જયારે દર્શન માટે ઓનલાઇન અથવા ઓફ લાઇન પાસ લેવો ફરજીયાત રહેશે.