-
સ્વીડનની નોબેલ પારિતોષિક સંસ્થા તેની વિશ્વસનિયતા માટે વખણાય છે. નોબેલ દ્વારા પુરસ્કાર માટે જેમનું નામ જાહેર થાય તે પછી એ વ્યકિત કે સંસ્થાની સામે કોઇ શંકા હોતી નથી. નોબેલ સંસ્થાએ આપ્યું છે ને...બબરાબર જ હશે એમ આપણે માની લેવું પડે. પરંતુ કમનશીબે જગવિખ્યાત એ સંસ્થાની વિશ્વસનિયતા સામે સવાલો થઇ રહ્યાં છે. આ સંસ્થાએ 2018નું સાહિત્યનું પુરસ્કાર જાહેર કર્યું નથી. સંસ્થાએ જાહેર કર્યું કે 2019માં સાહિત્યનો પુરસ્કાર અપાશે. તેના જે કારણો બહાર આવ્યાં છે તે ચોંકાવનારા અને આવી સંસ્થામાં પણ આવું ચાલે છે..એવો સવાલ પેદા કરે છે. સંસ્થાની પસંદગી સમિતિના એક મહિલા સદસ્યાના પતિ સામે 18 જેટલી મહિલાઓએ જાતિય સતામણી કે યૌનાચારની ફરિયાદ #metoo ઝુંબેશ દરમ્યાન કરી હતી. તેમની સામે એવો પણ આક્ષેપ છે કે પુરસ્કારના નામો નક્કી કરનાર સમિતિની માહિતી આ સદસ્યાના પતિ ફોડી નાંખતા હતા. આવા ગંભીર આરોપ અને આક્ષેપના પગલે સંસ્થાએ સાહિત્યનો પુરસ્કાર આ વખતે મોકૂફ રાખ્યો.
નોબેલ પારિતોષિકની સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ અને ગૌરવ છે. આ પુરસ્કાર માટે જેમનું નામ જાહેર થાય ત્યારે તેની છાતી ગજ ગજ ફુલી જાય અને દુનિયામાં તેની એક નવી પિછાણ પેદા થાય છે. આ સંસ્થા દ્વારા અપાતા પુરસ્કારોમાં આજદિન સુધી આવી કોઇ ગરબડ થઇ નથી. તેના સભ્યો વિશ્વના જાણીતી હસ્તીઓ હોય છે. તેઓ પૂરેપૂરી તપાસ કર્યા બાદ જ શાંતિ માટે,મેડિકલ માટે કે સાહિત્ય માટે નામો નક્કી કરે છે. હવે જો આ સંસ્થાની નામો પસંદ કરનારી સમિતિના સદસ્યા જ ગેરવર્તન આચરે અને સંસ્થાના પ્રસ્થાપિત નિયમો કે નીતિમત્તાની વિરૂધ્ધ કામગીરી કરે ત્યારે તેના પર વિશ્વાસ કઇ રીતે રહે..?
નોબેલ વિશ્વની એ બિનવિવાદી સંસ્થા છે કે જેના નિર્ણયો અર્થાત જેને પુરસ્કાર આપે તેના વિશે લેશમાત્ર પણ શંકા રખાતી નથી. દુનિયામાં હજુ જે સંસ્થાઓ ઉપર વિશ્વાસ મૂકી શકાય તેવી સંસ્થાઓમાં યુનો, એડીબી બેંક, વિશ્વ બેંક અને નોબેલ જેવી સંસ્થાનો પણ સમાવેશ થાય છે. હવે જો આવી સંસ્થાઓમાં જ નામો લીક થતાં હોય અને ધોરણો ન જળવાતા હોય ત્યારે આવું કેટલા સમયથી આ સંસ્થામાં આવું નહીં ચાલતુ હોય તેની શું ખાતરી? પસંદગી સમિતિના કોઇ સદસ્યા દ્વારા નામો લીક કરી દેવાતા હોય તો ભૂતકાળમાં આવું કેટલીવાર બન્યું તેની વિગતો પણ બહાર આવે. અને જેમને જેમને પુરસ્કારો મળ્યા છે તેમની તપાસ કરવાની માંગ પણ થઇ શકે. કેમ કે અત્યાર સુધી તો એમ જ હતું કે નોબેલ સંસ્થા, નામ તેવા ગુણની જેમ નોબેલ એટલે કે ઉમદા છે. પણ 18 મહિલાઓના ગંભીર આક્ષેપોના પગલે નોબેલ પર કલંક લાગ્યું છે તે નોબેલ ક્યા સાબુથી આરોપોની મેલ ધોશે..? બુંદ સે જો ગઇ વો હૌજ સે નહીં આતી...