અમદાવાદમાં ઘણી એવી શાળાઓ છે કે જેમણે હજુ સુધી ફી મુદ્દે બોર્ડના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી રાખી છે. રાજ્ય સરકારે ફી નિયમન હેઠળ કટ ઓફ ફી જાહેર કરી છે પરંતુ તેમાં રીફન્ડ અંગે સ્પષ્ટતા નથી કરી નહીં હોવાને કારણે વાલીઓ અસમંજસમાં છે તો શાળા સંચાલકો ઉંચી ફી એકસાથે ભરવા માટે દબાણ કરી રહ્યાં હોવાનો પણ આક્ષેપ થયો છે. વાલીઓએ શિક્ષણવિભાગને રજૂઆત કરી છે કે જે શાળા આવું કરે છે તેની સામે પગલાં લેવાય અને બોર્ડના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળે જેથી તેઓ 12 માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપી શકે.