રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતીના અવસરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ RSS પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસની પદયાત્રાના સમાપન પર સોનિયા ગાંધીએ કહ્યું કે, કેટલાક લોકો આજે RSS ને દેશનું પ્રતીક બનાવવા ઇચ્છે છે, પરંતુ આ સંભવ નથી. અમારા દેશની મૂળમાં ગાંધીના વિચાર છે.
કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે, મહાત્મા ગાંધીએ આખી દુનિયાને અહિંસાનો માર્ગ અપનાવવા માટે પ્રેરણા આપી હતી, આજે ભારત જ્યાં પહોંચ્યો છે તે ગાંધીના રસ્તા પર ચાલીને પહોંચ્યો છે. ગાંધીનું નામ લેવું સરળ છે પરંતુ તેમના માર્ગે ચાલવું મુશ્કેલ છે.