વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વાસ્થ્ય યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું લોકાર્પણ કર્યું હતું. જેના અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રો અનુસાર આ કાર્યક્રમમાં ભાજપના જ કેટલાક સ્થાનિક ધારાસભ્યો અને કોર્પોરેશનના કેટલાક પદાધિકારીઓ ગેરહાજર જોવા મળતાં મુખ્યમંત્રી રૂપાણીએ ગંભીર નોંધ લીધી છે.