PM મોદીએ પોતાના પુસ્તકમાં સ્કૂલના દિવસોને યાદ કરતાં લખ્યું છે કે, મને એક સ્પેશલ ડાયલોગ આપવામાં આવ્યો હતો પરંતુ હું તેના માટે સંઘર્ષ કરી રહ્યો હતો. આ કારણથી નાટકના નિર્દેશક ખૂબ વ્યાકુળ થઈ ગયા. તેઓએ કહ્યું કે જો હું આવી જ રીતે સંવાદ કરતો રહીશ તો તેઓ મને નિર્દેશિત નહીં કરી શકે. PM મોદીએ આગળ લખ્યું કે, આ સાંભળીને મને ખૂબ જ ખરાબ લાગ્યું. બીજા દિવસે મેં તેમને સીન ફરીથી રજૂ કરવા માટે કહ્યુ. જ્યારે નિર્દેશકે તે સીન કર્યો તો મને થોડીક સેકન્ડમાં જ સમજાઈ ગયું કે હું ક્યાં ખોટો હતો.
નોંધનીય છે કે, વડનગરમાં સ્કૂલમાં અભ્યાસ દરમિયાન નરેન્દ્ર મોદીએ સ્કૂલની કમ્પાઉન્ડની દિવાલના નિર્માણ માટે ફંડ એકત્ર કરવા માટે એક નાટકનું આયોજન કર્યું હતું. વડનગરમાં આવેલી બી.એન.હાઇસ્કૂલને કમ્પાઉન્ડ દીવાલ ન હતી. સ્કૂલ ફરતે દીવાલ બનાવવા સ્થાનિક આગેવાનો એકત્રિત થયા પરંતુ, નાણાંકીય ભંડોળ ન હોવાથી દીવાલ બનાવવાના પ્રસ્તાવનું બાળમરણ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ સમયે નરેન્દ્ર મોદીએ સહઅધ્યાયીઓ સાથે નાટક પ્રસ્તુતિ થકી ફંડ એકત્ર કરી દીવાલ બાંધી હતી.