ત્રાસવાદને ઉન્મૂલ કરવા, તેને અપાતી નાણાંકીય સહાય અને કટ્ટરવાદી શિક્ષણ સહિત દરેક પ્રકારના માર્ગ અવરોધવાનું જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં મળી રહેલી ''નો-મની-ફોર-ટેરર'' નામક આંતર-રાષ્ટ્રીય મંત્રી પરિષદમાં ખેદ સાથે કહ્યું હતું કે ''કેટલાક દેશો તેમની વિદેશનીતિના ભાગરૂપે ત્રાસવાદને પોષી રહ્યા છે.
આ પરિષદનું ઉદઘાટન કરતાં તેઓએ આપેલા પ્રવચનમાં વધુમાં કહ્યું હતું કે જે દેશો ત્રાસવાદને પોષે છે, તેમની પાસેથી (દંડ રૂપે) ખર્ચ વસુલ કરવો જ જોઈએ.''