ગુજરાતમાં કોઈપણ વિસ્તારમાં ઉનાળા દરમ્યાન પીવાનાં પાણીની સમસ્યા ના સર્જાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ નિર્દેશ આપ્યા છે. દર અઠવાડિયે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પાણી બેઠક યોજવા આદેશ આપ્યો છે. રાજ્યમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં અને સૌરા।ષ્ટ્રમાં પાણીની તંગી સર્જાય તેવા અહેવાલ વચ્ચે મુખ્યમંત્રીએ આ સૂચના આપી છે.