જમ્મુ કાશ્મીરમાં છેલ્લા દોઢ મહિનાથી આતંકી હુમલાનું પ્રમાણ વધી ગયું છે. કાશ્મીર ઘાટી બાદ આતંકીઓ જમ્મુ પ્રાંતને નિશાન બનાવી રહ્યા છે. હવે આતંકીઓએ કુપવાડામાં હુમલો કર્યો હતો જેમાં એક જવાન શહીદ થયો હતો, જ્યારે એક આતંકીને પણ ઠાર મારવામાં આવ્યો હતો. બીજી તરફ અમેરિકાએ ભારતમાં આવતા તેમના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે અને જમ્મુ કાશ્મીર તેમજ મણિપુરમાં ન જવાની સલાહ આપી છે.